વડોદરા : રેલવે દ્વારા શહેરના હેરિટેજ પ્રતાપ વિલાસ પેલેસ ની જમણી બાજુએ જ નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યુટ ( એનઆરટીઆઇ) બિલ્ડિંગ પ્રોજેક્ટનો વિરોધ થયા બાદ હવે તેને આ કેમ્પસમાં જ પેલેસની ડાબી બાજુએ ઉભો કરવા માટે રેલવે ર્નિણય લીધો છે. જાેકે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આ નવી જગ્યા પણ પર્યાવરણ માટે યોગ્ય નથી. વડોદરા ડિવિઝન આસિસ્ટન્ટ જનરલ મેનેજર નેતાજી ધમીજાએ ગુજરાત હાઇકોર્ટમાં ગત ૧૬મીના રોજ એફિડેવીટ કરીને જણાવ્યું છેકે, એનઆરઆઇટીનું નવું બિલ્ડિંગ ૨૬૫ ફૂટ શિફ્ટ કરવામાં આવશે. નવી સાઇટ પેલેસથી ૩૨૧ ફૂટ રહેશે. જે પેલેસની ગરિમાને કોઇ જ અસર નહિ કરે.આ એફિડેવીટ હેરિટેજ ટ્‌ર્સ્‌ટ દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલી પીઆઇએલના જવાબમાં રેલવે દ્વારા રજૂ કરાઇ હતી.જાેકે હેરિટેજ ટ્રસ્ટના ઉપ પ્રમુખ સમીર ખેરાએ એવો દાવો કર્યો છેકે, નવી સાઇટ પણ યોગ્ય નથી.જાે રેલવે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ ઉભું કરે તો ૫૦ વર્ષ જુના ઘણા વૃક્ષો સહિત ૨૦૦ વૃક્ષોને નુકશાન થતાં કેમ્પસના પર્યાવરણને નુકશાન થશે. રેલવેએ ગત વર્ષે ૫૫ એકરમાં આવેલા પ્રતાપ વિલાસ પેલેસ કેમ્પસમાં નવું બિલ્ડિંગ ઉભું કરવા જાહેરાત કરી હતી. રાજવી ગાયકવાડ પરિવાર તથા સાંસદ રંજનબેન ભટ્ટ સહિત શહેરના અગ્રણીઓએ પણ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. ઓનલાઇન પીટીશન પણ રેલવે મંત્રીને કરવામાં આવી હતી.