દિલ્હી-

દેશભરમાં ટ્રેનોના ખાનગીકરણને લઈ છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ કોરોના કાળમાં હવે આ અંગે રેલવે મંત્રાલયથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે રેલવેનું કોઈ પણ પ્રકારે ખાનગીકરણ નહીં કરવામાં આવે. રેલવેની સેવાઓ હાલ જે રીતે ચાલી રહી છે એવી જ રીતે ચાલતી રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ આ પહેલા રેલવે મંત્રાલય દ્વારા ૧૦૯ રૂટ્‌સ માટે મુસાફરી ટ્રેન ચલાવવા માટે પ્રાઇવેટ પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં પ્રાઇવેટ પાર્ટીઓ દ્વારા ૩૦ હજાર કરોડનું રોકાણ કરવાની યોજના હતી. ત્યાર બાદથી જ ટ્રેનોના ખાનગીકરણની ચર્ચા ગરમાઈ હતી.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ અંગે ટ્‌વીટ કરી માહિતી આપી. તેમણે ટ્‌વીટમાં લખ્યું કે,‘રેલવેનું કોઈ પણ પ્રકારે ખાનગીકરણ કરવામાં નથી આવી રÌšં. હાલમાં ચાલી રહેલી રેલવેની સેવાઓ એમ જ ચાલતી રહેશે. ખાનગી ભાગેદારીથી ૧૦૯ રૂટ્‌સ પર ૧૫૧ વધુ આધુનિક ટ્રેનો ચલાવવામાં આવશે. જેનો કોઈ પણ પ્રભાવ રેલવેની ટ્રેનો પર નહીં પડે. જ્યારે વધુ ટ્રેનો આવવાથી રોજગારનું સર્જન થશે.’

રિપોર્ટ મુજબ રેલવેએ પેસેન્જર ટ્રેન સર્વિસ ઓપરેટ કરવા માટે પ્રાઇવેટ પાર્ટીઓ માટે દરવાજા ખોલી દીધા છે. ૧૦૯ ડેÂસ્ટનેશન પર હવે પ્રાઇવેટ કંપનીઓ ટ્રેન ઓપરેટ કરી શકશે. આનાથી ૩૦ હજાર કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે. પેસેન્જર ટ્રેન સંચાલન માટે પહેલીવાર ભારતીય રેલવેએ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ માટે દ્વાર ખોલ્યા છે.