ગાંધીનગર-

સમગ્ર ગુજરાતમાં માવઠા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકશાન અંતર્ગત સરકારે જાહેર કરેલા રાહત પેકેજ પૈકી રાજ્યના 15 લાખથી વધુ ખેડૂતોએ સહાય રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે અંતર્ગત રાજ્યના 3 લાખ થીવધુ ખેડૂતોને તેમના ખાતા માં રૂપિયા જમા થઈ ચૂક્યા છે. ત્યારે વંચિત રહેલા ખેડૂતોએ તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવવાની અપીલ કૃષિમંત્રી એ વ્યક્ત કરી છે.

રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ કૃષિ સહાય પેકેજ અંતર્ગત વિગતો આપતાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ખરીદી દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું જો કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને મદદ કરવા માટે 3700 કરોડો રૂપિયાનું રાહત પેકેજ આપવાનો નિર્ણય કર્યો હતો જે અંતર્ગત 15, 7, 598 ખેડૂતોએ સહાય મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તો બીજી તરફ આજે બપોરના 1:00 વાગ્યા સુધીમાં નોંધાયેલા ખેડૂતો પૈકી 3, 26, 215 ખેડૂતોને મારફત તેમના ખાતામાં સીધા મળવાપાત્ર સહાય જમા થઈ ચૂકી છે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 256 કરોડ થી વધુની રકમ સહાય સંબંધિત 20 જિલ્લાના ખેડૂતોની ચૂકવી દેવામાં આવી છે. આ તબક્કે ખેડૂતોને અપીલ કરતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે સહાય મેળવવા માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા આગામી 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે ત્યારે જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેવા તમામ સહાય મેળવવા માંગતા ખેડૂતોએ ઝડપથી રજીસ્ટ્રેશન કરાવી લેવા આપીને કરી હતી.

છેલ્લા ચાર દિવસમાં વરસાદની અસરથી થયેલા પાકને નુકશાની અંગે પણ વિજયભાઈ રૂપાણી નું માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે અને આ જગ્યાઓ ઉપર ચૂંટણી પૂરી થયા બાદ આ વિષય હાથ ઉપર લેવામાં આવશે અને રાજ્ય સરકાર ખેડૂત લક્ષી નિર્ણય કરશે તેવી સ્પષ્ટતા આપી ફળદુએ કરી છે.