વડોદરા : નવલી નવરાત્રીના પાંચમા દિવસે ખૈલયાઓને વરસાદનું વિધ્ન નડતા ગરબાપ્રમીઓમાં નારાજગી જાેવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં સમી સાંજે મુશળધાર વરસાદ વરસતા ગરબાના મંડપો પલળી ગયા હતા તેમજ શેરી ગરબાના સ્થળે પાણી ભરાયા હતા.

સતત છેલ્લા ત્રણ દિવસથી સાંજે મુશળધાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં યોજાતા શેરી ગરબાના આયોજકોએ ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો. મંડપમાં પાણી ભરાઈ જવાથી સતત બે દિવસથી પાણી ઉલેચીને ખૈલયાઓને ગરબા રમાડતા હતા. આજે પણ સમી સાંજે ધમધોકાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં શેરી ગરબાના મંડપો ભીના થવાની સાથે પાણી ભરાઈ જતા કિચડ થઈ જતા આયોજકો દ્વારા ગરબા મોકુફ રાખવાની પરીસ્થિતી જાેવા મળી હતી. તે સિવાય ઓફિસ છુટવાના સમયે જ વરસાદ ખાબકતા અનેક લોકો રસ્તામાં અટવાયા હતા. તે સાથે જ અન્ય વિસ્તારોમાં વરસાદ ન પડતા ખૈલયાઓ ઉત્સાહભેર ગરબાના તાલે ગુમ્યા હતા. બાલ , યુવાનો તેમજ વૃધ્ધા અવનવા આકર્ષક પોષાક ધારણ કરીને ગરબે ગુમ્યા હતા.