ગાંધીનગર-

આજથી રાજ્યમાં વરસાદી જોર ઘટી જશે. જો કે હજુ 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. સામાન્ય વરસાદી ઝાપટા પાડવાની શક્યતા છે. રાજ્યમાં 14 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. 3 તાલુકામાં 1 ઇંચથી 2.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. 11 તાલુકામાં 11 ઇંચ સુધીનો વરસાદ નોધાયો હતો. રાજ્યમાં સરેરાશ 134 ટકા વરસાદ નોંધાયો છે.

સુરતનાં ઓલપાડમાં 2.5 ઇંચ, ભાવનગર શહેરમાં 1.5 ઇંચ, અમરેલીનાં સાવરકુંડલામાં 1.5 ઇંચ, સુરતનાં માંડવીમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે રાજ્યમાં વરસાદનું જોર ઘટયું છે. આગામી 48 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની વકી છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરાઇ હતી.