સુરત,તા.૩૦ 

હવામાન વિભાગ દ્વારા બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના ૨૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ૨ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના આહવામાં પણ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના આહવામાં ૪૭ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે તાપી જિલ્લાના કુકરમુંડામાં પણ ૩૦ મીમી અને વલસાડ જિલ્લાના વાપીમાં ૨૬ મીમી વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમમાં ગત રોજથી પાણીનો ઈન્ફ્લો નોંધાતા ૬૬૦૦ ક્યુસેક પાણીનો ઈનફ્લો રાખવામાં આવ્યો હતો. હાલ ઉકાઈ ડેમમાં ૩૩૨૧૮ ક્યુસેક પાણીનો ઈન્ફ્લો છે. જ્યારે ૬૫૦ ક્યુસેક પાણીનો આઉટફ્લો રાખવામાં આવ્યો છે. યા