ભીલોડા,અરવલ્લી,તા.૯ 

માત્ર થોડો જ વરસાદ પડવાથી ભિલોડા બજારમાં મુખ્ય રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની વષોર્થી જુની સમસ્યા જેમની તેમ રહી છે. એન.આર.એ. વિદ્યાલયથી જુની મામલતદાર ઓફિસ સુધી ચોમાસામાં રોડ ઉપર પાણી ભરાઇ રહે છે. આ પાણીમાં થઈ રાહદારીઓને અવરજવર કરવી પડે છે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં મચ્છરનો ઉપદ્રવ વધે તેવો લોકોને ભય સાથે રોગચાળો ફેલાઈ શકે તેવી દહેશત સેવાઇ રહી છે. આ અંગે રાજુભાઇ પડ્યાએ ભિલોડા ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે.છતાં મુખ્ય રોડ ઉપરથી પાણીનો નિકાલ થતો નથી અત્યારની કોરોનાની મહામારીમાં આરોગ્ય તત્ર દ્વારા સત્વરે પાણીનો નિકાલ કરાય તેવી માંગ ઉઠવા પામી છે.લોકો અને વેપારીઓની મુશ્કેલીને સત્વરે ભિલોડા ગ્રામ પંચાયત ગંદકીનો યોગ્ય ઉકેલ લાવે એવી માંગ છે. વરસાદી પાણી ભરાય છે તેની પાસે જ તાલુકા વિકાસ અધિકારીનું પણ મકાન આવેલું છે.