વડોદરા-

વડોદરામાં વહેલી સવાર થીજ જોરદાર વરસાદ ચાલુ છે. ત્યારે રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતની સાથે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ ચાલુ હોવાથી સરદાર સરોવર ડેમનાં 23 દરવાજા ખોલી નાખવામાં આવતાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.

આજે ગુજરાતભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ પર વેલ માર્ક લો પ્રેશર સક્રિય હોવાને કારણે અમદાવાદ,વડોદરા સહિત રાજ્યમાં આગાહી કરવામાં આવી છે. તો અરવલ્લી, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, સાબરકાંઠા, સુરતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા તંત્ર સાબધું બન્યું છે.

મધ્યપ્રદેશમાંથી ઇન્દિરા સાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા છે. આ ડેમનું પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્યુ છે.ચાંદોદ અને ગોરા ગામમાં મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ગોરા બ્રિજ પાસે હનુમાન મંદિરમાં પાણી ભરાઇ ગયા છે.