રાયપુર,

શુક્રવારે સાંજે રાજધાની રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી ભુપેશ બધેલે માર્ગ સલામતી વર્લ્‌ડ સિરીઝ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. પહેલી મેચ ઈન્ડિયા લિજેન્ડ્‌સ અને બાંગ્લાદેશ લિજેન્ડ્‌સ વચ્ચે રમાઈ રહી છે. સીએમ બઘેલે બંને ટીમોના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. સચિન તેંડુલકર પીચ પર સીએમ બઘેલને પહેલીવાર મળ્યો હતો. આ પછી મુખ્યમંત્રી તમામ ખેલાડીઓને મળ્યા અને બધાને શુભેચ્છા પાઠવી. ઇંગ્લેંડ લિજેન્ડ્‌સની પહેલી મેચ ૭ માર્ચે રમાશે. ૭ માર્ચે ઇંગ્લેન્ડ લિજેન્ડ્‌સ ની ટીમ બાંગ્લાદેશના લિજેન્ડ્‌સ સાથે ટકરાશે.