જયપુર-

રાજસ્થાનમાં હાલ જે રાજકીય કટોકટી ચાલી રહી છે તેમાં રાજયપાલે વિધાનસભા સત્ર બોલાવવાની તૈયારી બતાવી છે. પરંતુ શરત મૂકી છે કે જો નિયમ મુજબ 21 દિવસની નોટીસ ધારાસભ્યોને આપવા માટે રાજય સરકાર સહમત થતી હોય તો હું સત્ર બોલાવવા તૈયાર છું. હું ચૂંટાયેલા પ્રતિનિધિ અને સરકાર વચ્ચે આવવા માંગતો નથી.

રાજસ્થાનના રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ કલરાજ મિશ્રાએ રાજસ્થાન સરકારને શરતી વિધાનસભા સત્ર બોલાવવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલે તેમના નિર્દેશમાં કહ્યું હતું કે સરકારે હાલના સંજોગોમાં 21 દિવસની સમયમર્યાદામાં અધિવેશન બોલાવવું જોઈએ આ સાથે જ રાજ્યપાલે વધુમાં કહ્યું હતું કે, 21 દિવસના સત્રને કારણે કોરોના વાયરસના ચેપને કારણે ધારાસભ્યોને વિધાનસભામાં આવવામાં કોઈ તકલીફ ન પડે. આ સાથે રાજ્યપાલે કહ્યું કે સત્ર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી રહેશે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વમાં વિધાનસભા સત્રની માંગ માટે શનિવારે રાજભવન સામે એક દેખાવો યોજવામાં આવ્યો હતો. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને 6 પ્રશ્નો લખ્યા હતા. જેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે વિધાનસભા સત્ર માટે કેબિનેટ દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જે બાદ મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવે છે. આમાં રાજ્યપાલના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી.