રાજકોટ-

રાજકોટમાં ચોમાસાની આખી મોસમનો વરસાદ જાણે આજે બે દિવસમાં પડી ગયો છે ગઈકાલ રાત્રે અને સવાર સુધીમાં પાંચ પછી આજે સવારે સાત થી બપોરે એક સુધીમાં ધોધમાર 11 ઇંચ વરસાદ પડી જતાં રાજકોટના માર્ગો પર જાણે નદી વહેવા લાગી હતી. ભારે વરસાદના પગલે તમામ સ્કૂલોને બંધ કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા હતા તથા મહાપાલિકામાં યોજાનાર ફાયરમેનની ભરતી સહિતના કાર્યક્રમો તથા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ સહિતના કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું કે રાજકોટમાં જંગલેશ્વર ભગવતી પરા લલુડી વોકળી રૂખડીયા પરા સહિતના વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસ્યા લાગતા આશરે એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તથા મહાપાલિકાની ટીમો વિવિધ સ્થળે તેનાત કરવામાં મોકલવામાં આવી છે.