રાજકોટ-

રાજકોટ ક્રાઈમ બ્રાંચે માલીયાસણ પાસે શંકાસ્પદ બાઈકમાં નીકળેલા બે શખ્સોને અટકાવી પૂછપરછ કરી હતી. બંને શખ્સો ચોરીના આરોપી હતા જેની પાસેથી પોલીસે શહેર અને ગ્રામ્યની મળી કુલ સાત ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ ચોરી ના ગુન્હામાં સંડોવાયેલા બંને આરોપી નો કોરોના રીપોર્ટ કરાવ્યા બાદ તેને કુવાડવા પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા પરંતુ ગઈકાલે બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે આ બંને શખ્સો સિકયોરીટી ગાર્ડ ને ચકમો આપી પલાયન થઈ જતા આરોગ્ય અને પોલીસ તંત્ર માં દોડધામ મચી ગઇ છે. 

પોલીસે નાસી ગયેલા બંને આરીપીને શોધવા સીસીટીવી ફુટેઝની મદદ લીધી હતી. બે દિવસ પહેલા માલીયાસણ ગામના પાટીયા પાસેથી બાઇક માં પસાર થઈ રહેલા બે શખ્સો ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. વધુ તપાસમાં બાઇક ચોરી કરેલું હતું અને બંને શખ્સો હસમુખ ઉર્ફે પોપટ શંભુભાઈ બઘેલીયા અને વિક્રમ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે બંને પાસેથી આઠ મોબાઈલ, રોકડ રૂપિયા, બાઈક સહિતનો મુદામાલ કબ્જે ક્્ર્યો હતો. આરોપીની સઘન પુછપરછ કરતા રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ સાત ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બંને આરોપીની અટકાયત બાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમબ્રાન્ચ પાસેથી કુવાડવા પોલીસે ટ્રાન્સર વોરંટ ના આધારે બંને નો કબજાે લીધો હતો. ત્યારબાદ બંને આરોપી નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા બંને ને આરોગ્ય તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજે કોવિડમાં દાખલ કરાયા બાદ મધરાત્રે બંને ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.