રાજકોટ-

રાજકોટમાં ૨૪ કલાકમાં ૪ લોકોના મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૨ હજારને પાર પહોંચી ગઈ છે. રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૨ હજાર ૧૭૮ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૮૧૯ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં રવિવારે ૯૧ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૧૮ હજાર ૨૪ થઈ છે. જાે કે છેલ્લા કેટલાક દિવસથી નવા કેસ આવવાની સંખ્યા લગભગ એક જ સરખી રહી છે અને આ આંક ૧૨૦થી ૧૩૦ની વચ્ચે આવી રહ્યો છે.

બીજી તરફ હોસ્પિટલાઈઝ દર્દીઓની સંખ્યા પણ ઘટવાની શરૂ થઈ રહી છે. રવિવાર સુધીમાં દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યા એડમિટ કરતા વધવા લાગી છે. રાજકોટમાં ૨૬૦૦માંથી ૧૯૧૪ બેડ ખાલી છે. જે બેડમાં દર્દીઓ દાખલ છે. તેમાં માત્ર રાજકોટ જ નહીં પણ, સૌરાષ્ટ્રના અન્ય દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ૧૦૪ હેલ્પલાઈન સતત કાર્યરત છે.