રાજકોટ-

રાજકોટમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા બોગસ ડોકટરને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે. હાલમાં વિશ્વભરમાં કોરોના મહામારી ચાલતી હોય જે અનુસંધાનમાં રાજકોટ શહેરની આમ જનતાના સ્વાસ્થય સાથે કોઇ ચેડા કે બેદરકારી ન થાય તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા અને મનોહરસિંહ જાડેજા તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયાએ સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી. કે.ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.વી.રબારીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ સયુંકત હકિકત આધારે મહિકા મેઇન રોડ, માનસરોવર સોસા. શાળા નં. 96 સામે 'નેવિલ કલીનીક' નામે ક્લિનિક ચલાવતા બોગસ ડોકટર લલીત લાલદાસ દેસાણી ( રહે. મેહુલનગર શે.ન.6 નેવીલ કોઠારીયા રોડ, નિલકંઠ સિનેમાની પાછળના ભાગે, રાજકોટ)ને ઝડપી લીધો હતો.પોલીસે ક્લિનિકમાં રહેલ અલગ અલગ જાતની એલોપેથી દવા તથા મેડીકલ સાધનો અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. 6,300 નો મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસે બોગસ ડોકટર વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.