રાજકોટ-

ફેબ્રુઆરીમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે. ભાજપના ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા અને નાગદાનભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકા માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે.જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો ઉપર લેઉઆ પટેલ સમાજને અધધધ ૧૬ ટીકીટ આપવામાં આવી છે. જ્યારે કોળી સમાજને પણ ૮ ટીકીટ આપવામાં આવી છે. કડવા પટેલ સમાજને ૨ ટીકીટ, આહીર સમાજને ૩ ટીકીટ, ખાંટ સમાજને ૧, દલિત સમાજને ૪ ટીકીટ, અનુ.આદિ જાતિને ૧ ટીકીટ અને ક્ષત્રિય સમાજને ૧ ટીકીટ આપવામાં આવી છે.