રાજકોટ-

આજે દેશભરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. વેપારીઓએ ચોપડા પૂજનથી દિવસની શરૂઆત કરી છે. તો મંદિરોમાં પણ લોકો દેવદર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતના દરેક શહેરમાં રોશની  ના પર્વનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી બે દિવસ પોતાના વતન રાજકોટમાં રહેશે. તેઓ દિવાળી ના પર્વની ઉજવણી પોતાના વતનમાં કરશે. તેઓ આજે રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરેડીયા કુવા રોડ પર આવેલ પોતાની દુકાને ચોપડા પૂજન કરશે. તો સાંજના સમયે તેઓ પરંપરાગત રીતે ચોપડા પૂજન કરશે. તેઓ આવતીકાલ બપોર સુધી રાજકોટમાં રહે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

દેશભરમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવાળીની ઉજવણી કરવા રાજકોટ પહોંચ્યાં છે. સીએમરૂપાણીએ દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી છે. રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરેડીયા કુવા રોડ આવેલી પોતાની દુકાનમાં ચોપડા પૂજન કરશે. સીએમ રૂપાણીએ પેટાચૂંટણીના પરિણામને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યું હતું.