રાજકોટ-

કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. હવે કોરોના વયસરને વકરતો અટકાવવા માટે તંત્રને દોડતું કરનાર અધિકારીઓ પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટના કલેકટર રેમ્યા મોહનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, તેમને કોરોનાથી વધુ તકલીફ ન હોવાથી તેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે અને ઘરેથી જ તમામ કામગીરીની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 14 સપ્ટેમ્બર સુધીમાં 6848 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 114 દર્દીના મૃત્યુ નિપજ્યા છે, જયારે 4549 દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે.