રાજકોટ-

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ખાનગી શાળા-કોલેજોનો વાહનવેરો માફીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિરોધના ભાગરૂપે રાજકોટ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લા શિક્ષણધીકારીની કચેરોએ પહોંચ્યા હતા. જ્યાં સાયકલ લઈને આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન NSUI અને કોંગી કાર્યકર્તાઓએ સાયકલ DEO કચેરીમાં લઈ વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલીસે વિરોધ કરનાર તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. NSUI અને કોંગ્રેસના આગેવાનો સાયકલો હંકારીને DEO કચેરી પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો અને હલ્લાબોલ કર્યો હતો. DEO ઓફીસની લોબીમા અંદર સાયકલ પહોંચાડીને રામધૂન બોલાવીને સુતેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કાર્યકરો દ્રારા આ નિર્ણયના વિરોધમા સુત્રોચ્ચાર અને રામધૂન બોલાવી વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટીળી કરી અટકાયત કરવામા આવી હતી.