રાજકોટ-

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કૃષી બિલના વિરોધને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના પૂર્વ વિપક્ષી નેતા અને પ્રદેશ કોંગ્રેસના નેતા નરેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કૃષી બિલને લઈને વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર પર આકાર પ્રહારો કર્યા હતા. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન ખેડૂત આંદોલનમાં શહીદ ખેડૂતોને કોંગ્રેસ દ્વારા 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસના પ્રદેશ નેતા નરેશ રાવલ દ્વારા કૃષી બિલને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ વડાપ્રધાન મોદી દ્વારા તાજેતરમાં જ લેવામાં આવેલી ગરૂદ્વારાની મુલાકાતને લઈને પણ જણાવ્યું હતું કે, ખેડૂતોને રીઝવવા માટે મોદીએ ગુરૂદ્વારાની મુલાકાત લઈ રહ્યા છે. કોંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં ગુજરતમાંથી પણ આંદોલન સ્થળે જઇ રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કૃષી બિલના વિરોધને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના પૂર્વ વિપક્ષી નેતા અને પ્રદેશ કોંગ્રેસના નેતા નરેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં કૃષી બિલને લઈને વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર પર આકાર પ્રહારો કરવામાં આવ્યા હતા.