રાજકોટ-

કોરોના સંક્રમણની ડામવા માટે અધિકારીઓ ખડેપગે રહેતા હોય છે ત્યારે અધિકારીઓને પણ એક બાદ એક કોરોનાનો સંક્રમણ લાગી રહ્યું હોવાનું સામે આવી રહ્યું હોવાના અસંખ્ય બનાવો જોવા મળ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીનો કોરોના રિપોર્ટ કરવા માટે આપ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હાલ 14 દિવસના હોમ આઇસોલેશન હેઠળ છે. હાલ તેઓની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ તેમને કોરોનાના સામાન્ય લક્ષણો હોવાનું તબીબોએ જણાવ્યું છે. તેઓની તબીયત સ્થિર હોય કોઈ ચિંતાનો વિષય નથી તેવું તેમના નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.