રાજકોટ-

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. તેમજ હાલ રાજકોટના અલગ-અલગ ફાયર સ્ટેશનમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર ભરતી યોજી રહ્યું છે, ત્યારે રાજકોટમાં ઇતિહાસમાં પ્રથમ વખત જ ફાયર વિભાગ મહિલાની પણ ભરતી કરવામાં આવશે. મહિલાની ફાયર સ્ટેશન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવશે. રાજકોટમાં અત્યાર સુધી ફાયર વિભાગમાં પુરૂષોની ભરતી કરવામાં આવતી હતી પરંતુ મહિલાની ભરતી અંગે મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રોસ્ટર મુજબ એક જગ્યાએ ફાયર સ્ટેશન ઓફિસરની મહિલા માટે અનામત છે. તેના માટેની પણ મનપા દ્વારા જાહેરાત આપવામાં આવી છે અમને આશા છે કે અમને ફાયર સ્ટેશન ઓફિસરના રૂપમાં મહિલા મળશે. તો સમાજમાં પણ સારો મેસેજ જશે. જેમજ સ્ત્રી સશક્તિકરણને પણ પ્રોત્સાહન મળશે. રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ મહાનગરપાલિકા તંત્ર જાગ્યુ છે.રાજકોટના અલગ-અલગ ફાયર સ્ટેશનમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર ભરતી યોજી રહ્યું છે. જેમાં પ્રથમ વખત ફાયર વિભાગ મહિલાની પણ ભરતી કરવામાં આવશે.