રાજકોટ-

રાજકોટ ડેરીએ સૌરાષ્ટ્ર ની સૌથી મોટી ડેરી છે અને આ ડેરીમાં હાલમાં 912 દૂધ મંડળીઓ કાર્યરત છે. સાથે જ રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાવ આપવામાં આવી રહ્યા છે. પૂર્વ ચેરમેન ગોવિંદ રાણપરીયાના જણાવ્યા અનુસાર રાજકોટ ડેરી અન્ય ડેરી કરતા કિલો ફેટે 40 રૂપિયા વધુ આપવામાં આવી રહ્યા છે. રાજકોટ ડેરીના નવ નિયુક્ત ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, પશુ પાલકોને ફાયદો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે અને ભારતીય કિસાન સંઘને પણ સાથે રાખી ડેરીના કામ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા ચેરમેન પદ પર બોર્ડના 14 સભ્યોના સર્વાનુ મતથી ગોરધન ધામેલીયાની વર્ણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ચેરમેન પદ પર ગોવિંદ રાણપરીયા સંચાલન ચલાવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગોવિંદ રાણપરીયા અને ભારતીય કિસાન સંઘ વચ્ચે ચાલતા વિવાદ અને તેમના પર બ્રસ્ટાચારના આક્ષેપ થતા નવા ચેરમેનની વર્ણી કરવામાં આવી છે.

ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની સૌથી નજીકના અને અંગત મિત્ર ગોરધન ધામેલીયાની ડેરીના ચેરમેન પદ પર બિનહરીફ વર્ણી કરવામાં આવી છે. ગોરધન ધામેલીયા છેલ્લા 20 વર્ષથી રાજકોટ જિલ્લા બેંકમાં ડિરેકટર પદ પર બિનહરીફ ચૂંટાય આવે છે અને તેઓ પણ જિલ્લામાં ખેડૂત નેતા તરીકે ઓળખ ધરાવી રહ્યા છે. ગોરધન ધામેલીયા અગાઉ રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ ડિરેક્ટર, 7 વર્ષ જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ, 3 ટર્મ જીલ્લા પંચાયત સદસ્ય, 3 સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. હાલમાં તેઓ 28 વર્ષથી વીરપુર સહકારી મંડળી અને 16 વર્ષથી વીરપુર સહકારી ડેરીના પ્રમુખ તરીકે કાર્યરત છે. ત્યારે મવડી મંડળ દ્વારા તેઓને ડેરીના ચેરમેન પદ માટે નવી જવાબદારી સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા ચેરમેન પદ પર બોર્ડના 14 સભ્યોના સર્વાનુ મતથી ગોરધન ધામેલીયાની વર્ણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ચેરમેન પદ પર ગોવિંદ રાણપરીયા સંચાલન ચલાવતા હતા