રાજકોટ- 

રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના પર કાબુ મેળવવા ખાસ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યું હતું. જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર સર્વેલન્સ, જેમાં કોઈ ચિન્હો જણાય તો તેમને સારવાર, ધન્વંતરિ રથ દ્વારા ગામેગામ લોકોનું પરીક્ષણ અને નિદાન તેમજ ઈતિહાસ સોફ્ટવેરની એપ દ્વારા વિવિધ સ્પોટ નક્કી કરી કેસ હિસ્ટ્રી પરથી કોરોના સંક્ર્મણ ઘટાડવા ખાસ એક્શન લેવા અંગે વિવિધ પગલાંઓ અમલી બનાવ્યા છે. જેમાં જાગૃતિ, સંક્રમણને અટકાવવાના પગલાં તથા સંક્રમીતોને ત્વરીત સારવાર એમ ત્રણ સ્તરીય કામગીરી કરી કારોના સંક્રમણને નાથવાની પ્રયોજના અમલી બનાવી છે. 

જયંતિ રવિએ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને માનવ સંસાધન પર ખાસ ભાર મૂકી જરૂરી માહિતી મેળવી હતી. તેમણે રિવર્સ કવોરેન્ટીન કોન્સેપટ અંગે ખાસ ધ્યાન દોરી જણાવ્યું હતું કે, ઘરમાં મોટી ઉંમરના તેમજ ગંભીર રોગ ધરાવતા લોકોને ઘરમાં જ કવોરેન્ટીન કરવા ખાસ ભાર મુક્યો હતો. આ ઉપરાંત હોમ આઇસોલેશન થકી માઈક્રો અને મોડરેટ લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે બેઠા જ સારવાર મેળવી શકશે. તેઓએ ઓક્સીમિટર ડિસવાઈસ દ્વારા ઓક્સિજન લેવલ થકી સંક્રમિત વ્યક્તિને ઓળખી કાઢવામાં સરળતા રહેતી હોઇ દરેક સર્વેલન્સ ટીમ ઓકસીમીટર સાથે રાખી કાર્ય કરે તેમ સુચવ્યું હતું. 

અગ્ર સચિવશ્રીએ હાલ રાજકોટ ખાતે સરકારી તેમજ પ્રાયવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી તથા જરૂરીયાત અન્વયે વધારે બેડની સુવિધા વધારાશે તેમ જણાવ્યું હતું. હાલ ૭૭૦ બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે તથા ૯૫૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વધારાના વેન્ટીલેટર અને અન્ય માળખાકીય તથા સાધનીક સુવિધા ઉપલબ્ધ કરાવવા તૈયારી દર્શાવી હતી.