રાજકોટ-

રાજકોટમાં આજે 'લાઈટ હાઉસ' પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 118 કરોડના ખર્ચે 'લાઈટ હાઉસ' પ્રોજેક્ટનું નિર્માણ થશે. EWS 2 પ્રકારના 1144 આવાસ બનાવવામાં આવશે. રાજયના 6 અલગ અલગ ટેકનોલોજી દ્વારા આવાસ બનાવાશે. રાજકોટમાં રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવાસ બનાવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કાર્યક્રમ સ્થળ પર હાજર રહ્યા હતા.


નવા વર્ષે વડાપ્રદાન મોદી એ ગુજરાતને ભેટ આપી છે. રાજકોટ સહિત 6 શહેરોમાં શરૂઆત કરવામાં આવી છે. EWS-2 પ્રકારના મકાનો ટેકનોલોજીથી સજ્જ હશે. રાજકોટના રૈયા વિસ્તારમાં પ્રોજેક્ટ આકાર પામશે. પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે આજે મધ્યમ વર્ગના લોકો માટે ઘર બનાવવાની દિશામાં નવી ટેક્નોલોજી મળી રહી છે. આ 6 લાઇટ હાઉસ પ્રોજેક્ટ દેશના નિર્માણની દિશામાં નવો માર્ગ બતાવશે. પીએમએ કહ્યું કે આ કો ઓપરેટિવ ફેડરલિઝ્મનું ઉદાહરણ છે.