રાજકોટ-

ગુજરાતમાં ડોકટરની હડતાળ હજી માંડ માંડ સમેટાઈ છે ત્યારે આજે રાજકોટમાં વિશ્વ નર્સ દિવસે શહેરભરની નર્સે કાળી પટ્ટી બાંધીને પોતાની માંગ સાથે વિરોધ દર્શાવી રહ્યા છે. જેમાં રડતાં રડતાં નર્સે કહ્યું હતું કે- અમારી લાગણીનું શું !, બધા અમને જ ટોર્ચર કર્યા કરે છે. આ આંદોલનમાં જાે તેમને તાત્કાલિક ન્યાય નહી મળે અને તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો સ્ટાફ હળતાલ પર ઉતરશે અને એક દિવસની પ્રતીક હડતાળ પર જશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

નર્સોની માગણીઓ છે કે, તેમને ગ્રેડ પે રૂ.૪૨૦૦ અને ખાસ ભથ્થાઓ રૂ.૯૬૦૦ પ્રતિ માસ ચૂકવાય. સાથે જ આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને રૂ.૩૫૦૦૦ માસિક પગાર ચૂકવાય. નર્સિંગ સ્ટુડન્ટ્‌સમાં ડીપ્લોમા દરમિયાન રૂ. ૧૫૦૦૦ પ્રતિ માસ સ્ટાઈપેન્ડ અપાય અને ડિગ્રી અભ્યાસમાં ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન રૂ. ૧૮૦૦૦ પ્રતિ માસ ચૂકવાય. નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ ૧૦-૨૦-૩૦ વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર અપાય. રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી લગભગ ૪૦૦૦ જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને હાલની અછત દૂર કરાય. નર્સોને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર અપાય અથવા જમા કરવાનો હુકમ થાય. ફિક્સ પગારમાં ફરજાે બજાવતા નર્સીસને પણ આ તમામ ભથ્થા સમાન દરે ચૂકવાય. નર્સો દ્વારા ૧આજથી૧૭મી મે સુધી આ પીપીઇ કીટ પર હાથમાં કાળી પટ્ટી બાંધીને ધરણાં યોજી પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ દરમિયાન તેઓ દર્દીઓની સેવા ચાલુ રાખશે. જાે સરકાર દ્વારા આ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરાય તો ૧૮મી મેના રોજથી તેમણે એક દિવસની પ્રતિક હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છ