રાજકોટ-

શહેરનાં વોર્ડ નં.૧૦ના અનેક વિસ્તારોમાં મનપાના પાણી વિતરણ ધીમા ફોર્સથી થવાની અનેક ફરીયદોનો ઉકેલ આવતો નહિ આવતા આજ રોજ યુનિ.રોડ પરના વિસ્તારના મહિલાઓ આ અંગે પોતાની વેદના રજુ કરવા કોર્પોરેટર કાલરીયાની ઉપસ્થિતિમાં એકઠા થતા પોલીસે કોર્પોરેટર કાલરીયા, કાર્યકર અભિષેક તાળા સહિત સ્થાનિક ગૃહિણીઓની પણ અટક કરી છે. આ અંગે મનસુખભાઈ કાલરીયાએ જણાવ્યુ હતુ કે પાણી જેવા જીવન જરુરી મુદે ગૃહિણીઓ દ્વારા રજુઆત કરવી એ પણ જાણે ગુન્હો હોય એ રીતે નાના બાળકો વાળા સંપુર્ણ બીન રાજકીય મહિલાઓને અપમાનિત કરીને અટક કરેલ છે.