રાજકોટ-

આજે રાજકોટ ખાતે થયેલા અગ્નિકાંડ અંગે પીએમઓ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે. શિવાનંદ ઉદય કોવિડ હોસ્પિટલમાં આગને કારણે પાંચ લોકોના મોતને લઇને વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યુ છે. જેમાં આ બનાવની કમનસીબ ઘટના ગણાવી દુ:ખ વ્યકત કરવામાં આવ્યુ છે. તો ઇજાગ્રસ્તોની ઝડપથી સાજા થવાની પણ પ્રાર્થના કરવામાં આવી છે. અસરગ્રસ્તોને તમામ જરૂરી મદદ કરવા તંત્રને પણ તાકીદ કરી છે.

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોના મોત થયાં હતા. જેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું, સાથે જ આગની દુર્ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને સોંપી છે. અને જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.