રાજકોટ-

ગુજરાતમાં માત્ર એક રાજકોટને જ કેન્દ્ર સરકાર દ્વારા AIIMSની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં રાજકોટના જામનગર રોડ ખાતે આવેલા પરાપીપળીયા ગામ નજીક 200 એકર જમીન પર AIIMSનું નિર્માણ થવાનું છે. જેને લઈને AIIMS દ્વારા લે આઉટ પ્લાનને રૂડા ખાતે મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો. જેના પણ RUDAએ મંજૂરીની મહોર મારી છે. RUDAમાં AIIMSના આર્કિટેક્ચર દ્વારા લે આઉટ પ્લાનને મૂકવામાં આવ્યો હતો. જેમાં 19 જેટલી બિલ્ડિંગ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે AIIMSમાં આંતરિક રસ્તાઓ, પોલીસ ચોકી, સ્ટાફ માટેની રહેણાંક કોલોની, ફાયર સેફટી સુવિધા, વાહન પાર્કિંગ સહિતની જોગવાઈ પણ લે આઉટમાં જોવા મળી છે. તેમજ આગામી દિવસોમાં 19 બિલ્ડિંગ્સના પ્લાન પણ તબક્કાવાર મંજૂર થવાના છે. જ્ય સરકાર તરફથી રાજકોટના પરાપીપળિયા નજીક AIIMSના બાંધકામ માટે જગ્યા ફાળવામાં આવી છે. જેને લઈને AIIMSના સત્તાધીસો દ્વારા AIIMSના બાંધકામ માટેના માસ્ટર લે આઉટ પ્લાનની મંજૂરી માંગવામાં આવી હતી. જેની RUDA દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. તેમજ AIIMSના નિર્માણ દરમિયાન તેની મુખ્ય બિલ્ડિંગ, રેસિડેન્ટ બિલ્ડિંગ અને હોસ્ટેલ સહિતની બિલ્ડિંગ ક્યાં આવશે તે અંગેની માહિતી પણ આ લે આઉટમાં આપવામાં આવી છે. જેની RUDA દ્વારા ચકાસણી કર્યા બાદ મંજૂરી આપવામાં આવી છે. હાલ 19 વિવિધ પ્રકારની બિલ્ડિંગ સાથે રોડ રસ્તા સહિતની વિગતો સાથેનો નક્શો RUDA ખાતે AIIMS દ્વારા અઓવામાં આવ્યો છે. તેમજ આ નક્શા મુજબ અહીં રોડ રસ્તાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં 19 બિલ્ડિંગ માટે વિગતવાર મંજૂરી માંગવામાં આવશે, તેને પણ એક બાદ એક RUDA દ્વારા મંજૂરી આપવામાં આવશે.