રાજકોટ,  રાજકોટ શહેરમાં આજે યુવાનો દિવસેને દિવસે નશાના કાળા કારોબાર તરફ વધુ ધકેલાય રહ્યા છે તે વાતને નકારી શકાય તેમ નથી. રાજકોટ ગ્રામ્ય  પોલીસે આજે ચરસ સાથે યુપીથી આવેલા બે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કુલ ૩૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ ગ્રામ્ય ર્જીંય્ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ ચરસ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતી. પોલીસે આરોપીઓ પાસેથી ૧૨૦ ગ્રામ ચરસ સાથે બે આરોપીની ધરપકડ કરી કુલ ૩૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુધ્ધ   ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસના જણાવ્યા મુજબ ચોક્કસ બાતમી મળી હતી કે, બે શખસો જામનગરથી રાજકોટ તરફ ઇકો ગાડીમાં આવી ચરસ જથ્થો વેચવા માટે આવી રહ્યા છે. જેના આધારે વોચ ગોઠવી બાતમીવાળી ઇકો ગાડી પસાર થતા તેને અટકાવી તપાસ કરતા યુપીના બે શખસો આકાશ ડોરીલાલ કશ્યપ અને મયંક ભારદ્વાજ નામના બે યુવાન પાસેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.