રાજકોટ-

આરોગ્ય કર્મચારીઓએ હડતાળને લઈને જણાવ્યું હતું કે, અગાઉ વર્ષ 2019માં પણ બે વખત અમે હડતાળ યોજી હતી. જે દરમિયાન સરકાર દ્વારા લેખિક બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ લેખિત બાંહેધરીનો અમલ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. જેને લઈને ચાલુ વર્ષે પણ અમારે હડતાળ યોજવી પડી છે. મુખ્યત્વે આરોગ્ય કર્મચારીઓની માગ છે કે તેમની છ જેટલી અલગ-અલગ કેડરને યોગ્ય ગ્રેડપે આપવામાં આવે. રાજકોટ જિલ્લાના અંદાજિત 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ હાલ હડતાળ પર છે. જેનો આજે સોમવારે સાતમો દિવસ છે. આ અંગે આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, શરુઆતમાં કોરોના આવ્યો ત્યારે અમારા કર્મચારીઓએ ભય વગર કામગીરી કરી હતી. તેમજ હજુ પણ અમે કામગીરી કરી રહ્યાં છીએ પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ માગણી અમારી સંતોષવામાં આવી નથી.