રાજકોટ-

શહેરમાં આજીડેમ પાસે રામપાર્કમાં 2 વર્ષ પહેલા કોઈ પણ ડિગ્રી વગર લોકોના સ્વાથ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ સંજય સોમપુરાને ઝડપી પાડ્યો હતો.જેલમાંથી છૂટ્યા બાદ બહાર આવીને મુન્નાભાઈએ ફરી પાછું ક્લિનિક ચાલુ કર્યું હતું. રોજકોટ પોલીસે પાછો આરોપીને ઝડપી પાડ્યો છે. રાજકોટ પોલીસે બાતમી આધારે આજી ડેમ ચોકડીએ રામ પાર્કમાં ચાલતા ક્લિનિકમાં દરોડો પાડ્યા હતા. જેમાં કોઈ પણ જાતની ડિગ્રી વગર સારવાર કરતા સંજય સોમપુરા નામના બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. દરોડામાં ક્લિનિકમાંથી દવા, ઇન્જેક્શન, હોસ્પિટલના સાધનો અને રોકડા સહિત રૂપિયા 20,870 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.નકલી ડૉક્ટર સંજય સોમપુરા વિરુદ્ધ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયોસંજય સોમપુરા વિરુદ્ધ IPC કલમ 419 તથા મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ વધુ તપાસ કરી રહી છે. સંજય સોમપુરા ધોરણ 10 પાસ કરીને જુદી જુદી હોસ્પિટલમાં કમ્પાઉન્ડ તરીકે અનુભવ મેળવી ડિગ્રી વિના દવાખાનું ચલાવી રહ્યા હતો.