રાજકોટ-

રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં કામ કરતા અંદાજિત 300 જેટલા ફૂડ ડિલિવરી મેનનો કોરોના ટેસ્ટ બુધવાર સાંજ સુધીમાં કરવામાં આવશે. ત્યારબાદ તેઓને આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે. શહેરના અલગ- અલગ વિસ્તારમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કોર્પોરેશન દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ રાજ્ય સરકારે પણ રાજકોટમાં નાઈટ કરફ્યૂ લગાવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું છે. રાજકોટ મનપાની આરોગ્ય ટીમ દ્વારા બુધવારે અલગ- અલગ કંપનીના ફૂડ ડિલિવરી મેનનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા બુધવારે વહેલી સવારથી જ અલગ અલગ કંપનીના ફૂડ ડિલિવરી મેન મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવા માટે આવી પહોંચ્યાં હતા.