રાજકોટ-

કેન્દ્ર સરકારના MINISTRY OF HOUSING AND URBAN AFFAIRS (MoUHA) ડીપાર્ટમેન્ટ દ્વારા The 13th Urban Mobility India Conference, 2020 (UMI-2020) અંતર્ગત કોવિડ-૧૯ મહામારી દરમિયાન શરૂ કરવામાં આવેલા સીટી ટ્રાન્સપોર્ટેશનમાં તકેદારીના ભાગરૂપે લેવામાં આવેલ તમામ જરૂરી initiatives અંગે પ્રેઝન્ટેશન તૈયાર કરી UMI-2020માં ભાગ લેવા માટે પ્રપોઝલ રજુ કરવા જાણ કરવામાં આવી હતી. જે અન્વયે રાજકોટ શહેરમાં જાહેર પરિવહનનું સંચાલન કરતી રાજકોટ મહાનગરપાલિકાની સંપુર્ણ હસ્તાંતરીત કંપની "રાજકોટ રાજપથ લી. (RRL)" દ્વારા બી.આર.ટી.એસ. તથા સીટી બસ સેવામાં કોવિડ-૧૯ દરમિયાન રાગચાળાને ફેલાતો અટકાવવા તેમજ તકેદારીના ભાગરૂપે આ બંને પરિવહન સેવાઓમાં કરવામાં આવેલ અગત્યની તમામ કામગીરીઓની વિગતો તૈયાર કરી UMI-2020માં પ્રપોઝલ રજુ કરવામાં આવી હતી. જેને કેન્દ્ર સરકાર દ્વારા આ ગૌરવ આપવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના MINISTRY OF HOUSING AND URBAN AFFAIRS ડીપાર્ટમેન્ટ દ્વારા નિયત કરવામાં આવેલ Penal Of Experts દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રજુ કરવામાં આવેલ પ્રપોઝલની પસંદગી કરવામાં આવી હતી. તેમજ ‘Innovations undertaken in Urban Transport during COVID-19’ કેટેગરી હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને તારીખ ૯ નવેમ્બરના રોજ સેક્રેટરી, MoHUA દુર્ગાશંકર મિશ્રા હસ્તક “Award Of Commendable Initiative” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓમા ખુશીનો માહોલ છવાયો હતો.