રાજકોટ-

રાજકોટથી 8 જિલ્લા અને 3 મહા નગરપાલિકામાં વેક્સિન સપ્લાય કરવામાં આવશે. રાજકોટ સ્થિત વેક્સિન સ્ટોરમાં +2થી +8 સેન્ટિગ્રેટ તાપમાનમાં સ્ટોર કરવા માટે બે વોક ઈન કૂલર (WIC) અને ત્રણ આઈસ લાઈન રેફ્રિજરેટર (ILR) કાર્યરત છે. આમાં અંદાજિત બે લાખ વાયલ સ્ટોર કરવાની કુલ ક્ષમતા છે. અહીંના સ્ટોરમાં 15થી -25 સેન્ટિગ્રેડ તાપમાનમાં સ્ટોર કરવા માટે 6 ડીપ-ફ્રીજર કાર્યરત છે, જેમાં કુલ અંદાજિત 1 લાખ વાયલ તાપમાનમાં સ્ટોર કરવાની કુલ કેપેસિટી હોવાનુ ડો. મહેતાએ જણાવ્યું છે. એક WIF રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવ્યું છે. તે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. રાજકોટમાં ઊભા કરાયેલા રિજિયોનલ વેક્સિન સ્ટોર મારફતે રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, ભૂજ, જૂનાગઢ, ગીર સોમનાથ તેમ જ દેવભૂમિ દ્વારકાના વેક્સિન સ્ટોર તેમ જ કોલ્ડ ચેઈન પોઈન્ટ પર ખાસ વાન દ્વારા વેક્સિન સપ્લાય કરવા માટેનું આયોજન વહિવટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટ મહા નગરપાલિકા અને જિલ્લા પંચાયત હેઠળના 101 કેન્દ્ર, જામનગર મહા નગરપાલિકા તેમ જ જિલ્લા પંચાયતના 56, જૂનગાઢ મહા નગરપાલિકા અને પંચાયતના 57, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના 32, પોરબંદર જિલ્લા પંચાયતના 20, મોરબી જિલ્લાના 42, ભૂજ જિલ્લા પંચાયત ખાતે 93 તેમ જ ગીર સોમનાથ જિલ્લા પંચાયત હેઠળ 41 સ્ટોરેજ કેન્દ્ર નિશ્ચિત કરાયા છે.