રાજકોટ, બાળકના જન્મ સાથે પરિવારજનો, સ્નેહીઓ ગિફ્ટ આપે ત્યારે સૌથી પહેલો ઓપ્શન શું હોઈ શકે? કલરફુલ કપડાં અને જેને જાેઈ પ્રત્યેક બાળક આનંદિત થઈ જાય તેવા રમકડાંઓ. બાળકોની સપ્તરંગી દુનિયામાં રમકડાંનું અનેરું આકર્ષણ રહેલું છે. રમકડાના ઉત્પાદનમાં અત્યાર સુધી પુરી દુનિયામાં ચાઈનીઝ ઇન્ડસ્ટ્રીઝની નામના હતી. પરંતુ હવે ચાઈનીઝ ઈન્ડટ્રીઝને મ્હાત આપવા આર્ત્મનિભર ભારત અભિગમ અંતર્ગત રાજકોટની ટોયઝ ઈન્ડસ્ટ્રીઝ આગળ આવી રહી છે. રાજકોટની અદિતિ ટોયઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડીરેકટરોએ સરકારની વિવિધ યોજના-સહાયની સાથે તેમના સાહસ થકી ટોયઝ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.કંપનીના ડિરેક્ટર ડો. સુભાષ ઝાલા જણાવે છે કે, ભારતમાં ૧૨ હજાર કરોડના રમકડાના માર્કેટને ધ્યાને લઈ અમે વર્ષ ૨૦૧૪ માં રમકડાં બનવવાના શ્રી ગણેશ કર્યા હતા. ટાંચા સાધનો સાથે ફેક્ટરી શરુ કરી હતી. અનુભવે અને માર્કેટની વિશાળતા જાેતા ફાયનાન્સિયલ સપોર્ટ તેમજ રાજ્ય સરકારની યોજનાના લાભ સાથે ધીરે ધીરે અમે કંપની અને ઉત્પાદનનો વ્યાપ વિસ્તારતા ગયા. આજે અમે રોજના ૧૦ લાખ જેટલા પ્રમોશનલ ટોયઝનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. કંપનીના ૨૦૦ કર્મચારીઓ ઉપરાંત ૭૦૦ મહિલાઓને પરોક્ષ રીતે પણ રોજગારી પુરી પાડી રહ્યા છીએ.કોરોનાના કારણે પ્રધાનમંત્રી દ્વારા ‘‘મેક ઈન ઇન્ડિયા¹’ તેમજ ‘‘આત્મ ર્નિભર ભારત’ અભિયાનની જે ઝૂંબેશ હાથ ધરાઈ હતી તેના કારણે લોકોના સ્વદેશી ચીજ વસ્તુ તરફ વધેલા વલણની સાથો-સાથ ચાઈનીઝ રમકડાં પર ૬૦ ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી તેમજ બી.આઈ.એસ. સ્ટાન્ડર્ડ ફરજીયાત કરાતા ચાઈનીઝ રમકડાં સામે ભારતીય રમકડાંનું બજાર ઉંચકાયું છે. અમે ભારત ઉપરાંત આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના અનેક દેશમાં રમકડાં એક્સપોર્ટ કરી રહ્યા છીએ.ડિરેકટર અરવીંદ ઝાલા કહે છે કે, અમે પ્રમોશનલ ટોયઝમાં ૨૦૦ જેટલી વેરાયટી બનાવીએ છીએ. અમને સરકારના આત્મ ર્નિભર પેકેજ અન્વયે લોન - સહાયના લાભ લઈ પચાસેક લાખની કેપીટલ સબસીડી અને ત્રીસેક લાખ જેટલી ઈન્ટરેસ્ટ સબસીડીનો લાભ મળ્યો છે. ટોયઝની માંગને પૂરી કરવા આગામી ૬ માસમાં ૧૦૦ જેટલી નવી પ્રોડકટ માર્કેટમાં લોન્ચ કરવાનું અમારૂં લક્ષ્ય છે. ટોય પાર્કના નિર્માણ માટે ડિમાન્ડ સર્વે તેમજ જમીન ગ્રહણ સહિતની પ્રક્રિયા શરૂમુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા થોડા સમય પૂર્વે રાજકોટ ખાતે ટોયઝ પાર્ક બને તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જેના ભાગરૂપે રાજકોટ, અમદાવાદ અને વડોદરા ખાતે એક ડિમાન્ડ સર્વે જી.આઈ.ડી.સી.ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટ ખાતે ૩૦ થી વધુ લોકોએ રમકડા તેમજ તેના ઉત્પાદનો આધારિત ઉદ્યોગ શરુ કરવા તૈયારી છે.