લોકસત્તા ડેસ્ક -

અઠવાડિયાનો ખાસ નાસ્તો હોય કે બાળકોને સ્વસ્થ નાસ્તો ખવડાવાનો હોય તેના માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માટે સરળ રેસિપી છે. 

 ચાલો જાણીએ તેની રેસિપિ:

સામગ્રી:

બ્રેડ- 6

માખણ – જરૂરીયાત મુજબ

બારીક સમારેલી ડુંગળી - 1

બાફેલા બટાકા - 2

બાફેલા રાજમા - 1/2 કપ

બારીક સમારેલા આદુ - લસણ - 2 ચમચી

હળદર પાવડર - 1 ચમચી

લાલ મરચું પાવડર - 1 ચમચી

ગરમ મસાલા પાવડર - 1 ચમચી

ચાટ મસાલા પાવડર - 1 ચમચી

મીઠું - સ્વાદ પ્રમાણે

તેલ – જરૂરીયાત મુજબ

પદ્ધતિ: કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો અને તેમાં આદુ-લસણ થોડી સેકંડ માટે ફ્રાય કરો. હવે તે પેનમાં છૂંદેલા બટાકા, બાફેલા રાજમા, મીઠું અને બીજા બધા મસાલા નાખો. આ મિશ્રણને મધ્યમ તાપ પર સારી રીતે પકાવો અને ગેસ બંધ કરો. જ્યારે મિશ્રણ સંપૂર્ણપણે ઠંડુ થાય ત્યારે તેમાં બારીક સમારેલી ડુંગળી અને લીલા મરચા નાખો. 

બ્રેડ ઉપર આ રાજમા મિશ્રણ ફેલાવો. તેના પર બીજી બ્રેડ મૂકો. આ રીતે ત્રણેય સેન્ડવિચ તૈયાર કરો. સેન્ડવિચ પર માખણ લગાવો. નોનસ્ટિક પેનમાં સેન્ડવિચને ગોલ્ડન થાય ત્યાં સુધી બંને બાજુ ફ્રાય કરો પછી પીરસો.