ગાંધીનગર,તા.૧૮ 

વર્તમાન કોરોના મહામારીની વચ્ચે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે આજે ૧૯ જૂન શુક્રવારે મતદાન થવાનું છે. ભાજપના રાજ્યસભાના ત્રણેય ઉમેદવારોમાં નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલાબેન બારા છે તથા કોંગ્રેસના બે ઉમેદવારો શÂક્તસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે., કોંગ્રેસ પાસે ૬૫ મત છે અને ભાજપ પાસે ૧૦૩ મતો છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને મતદાન કરતી વખતે ગોહિલને પ્રથમ અગ્રતા આપી છે. એનસીપીનો એક વોટ છે, છોટુભાઇ વસાવાની બીટીપી પાર્ટીના બે વોટ છે. એક અપક્ષ છે. એક બેઠક ખાલી છે. અગાઉ મોકૂફ રખાયેલી આ ચૂંટણી ૧૯ જૂનના રોજ યોજવાની જાહેરાતના પગલે કોંગ્રેસના બે ધારાસભ્યોએ લોકડાઉનમાં રાજીનામા આપતાં કોંગ્રેસમાં ફરીથી ખળભળાટ મચ્યો હતો. અને આ બે રાજીનામાનો વિવાદ શાંત પડે તે પહેલાં વધુ એક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ સભ્યપદેથી રાજીનામુ આપીને કોંગ્રેસને બે બેઠકો જીતવી લગભગ અશક્્ય બનાવ્યું છે. નંબર ગેમમાં ભાજપ હાલમાં આગળ હોવાથી તે કોંગ્રેસ પાસેથી એક બેઠક છિનવી લે તેમ છે. જા કે કોંગ્રેસે દાવો કર્યો કે ભાજપમાંથી ક્રોસ વોટિંગ થશે અને અમારા બન્ને ઉફમેદવારો જીતશે. ચૂંટણી જાહેર થઇ ત્યારની પક્ષવાર Âસ્થતિ પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ બન્ને બબ્બે બેઠકો જીતી શકે તેમ હતા. પરંતુ ભાજપે ત્રીજા ઉમેદવાર ઉતારીને નંબર ગેમમાં ત્રીજી બેઠક પણ જીતવાનું આયોજન કર્યું છે.