વડોદરા, તા.૧

ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ કરાવવા માટે કરવામાં આવી રહેલા ફડિંગ મામલે ઉત્તરપ્રદેશ અને ગુજરાત છ્‌જી દ્વારા વડોદરાના રહેવાસી અને મુસ્લિમ મેડિકલ સેન્ટરના ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની બે દિવસ પહેલાં વડોદરા-અમદાવાદ હાઇવે ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી. આજે સલાઉદ્દીન શેખને ચુસ્ત બંદોબસ્ત સાથે વડોદરામાં સર્ચ ઓપરેશન માટે લાવવામાં આવ્યો હતો. આરોપીની ૫ાણીગેટ સ્થિત ઓફીસમાંથી એ.ટી.એસ. દ્વારા આઈપેડ કબજે કરાયુ હતું. જયારે યુપીમાં ધર્માન્તરણ માટે વડોદરા મુસ્લીમ મેડીકલ ટ્રસ્ટ દ્વારા રુપિયા ૩૦ લાખ મોકલવામાં ભુમીકા ભજવનાર ટ્રસ્ટના એકાઉન્ટન્ટ ફરીદને પણ અટકાયતમાં લઈ પ્રથમ અત્રેની એસ.ઓ.જી. બાદ અમદાવાદ એ.ટી.સી.એસની કચેરીએ લઈ ગયા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, સમગ્ર દેશમાં હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને ધર્માંતરણ કરાવવા માટેનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશ છ્‌જી દ્વારા ફડિંગ કરતા બે ઉપરાંત વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેઓની તપાસમાં વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ક્રૃષ્ણદિપ ટાવરમાં રહેતા સલાઉદ્દીન શેખનું નામ ખુલ્યું હતું. ઉત્તરપ્રદેશ છ્‌જી અને ગુજરાત છ્‌જી દ્વારા સલાઉદ્દીન શેખ અંગે વોચ ગોઠવી તેઓની વિગતો મેળવી હતી. જેમાં સલાઉદ્દીન શેખે રૂપિયા ૩૦ લાખ ટ્રાન્સફર કર્યાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. દરમિયાન યુ.પી. અને ગુજરાત છ્‌જી દ્વારા સંયુક્ત રીતે વોચ ગોઠવી બે દિવસ પહેલાં સલાઉદ્દીન શેખની વડોદરા-અમદાવાદ હાઇવે ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી. ધર્માંતરણ માટે ફડિંગ કરવાનો આરોપ ધરાવતા વડોદરાના સલાઉદ્દીન શેખની ધરપકડ બાદ તેણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટેમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે છ્‌જી ટીમની દલીલોને ધ્યાનમાં લઇને આરોપીને ૩ દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. રિમાન્ડ મળ્યા બાદ આજે છ્‌જીની ટીમ વધુ તપાસ માટે સલાઉદ્દીન શેખને સાથે રાખી વડોદરામા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.સલાઉદ્દીન શેખને વડોદરા લઇને આવેલી છ્‌જીની ટીમે તેના ફતેગંજ સ્થિત નિવાસસ્થાન તેમજ તેઓ મુસ્લિમ મેડિકલ સેન્ટરનો ટ્રસ્ટી હોવાથી ટ્રસ્ટની પાણીગેટ ખાતે આવેલી ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.

ટ્રસ્ટની ઓફિસમાં તપાસ દરમિયાન છ્‌જીએ એપલ કંપનીનુ આઈપેડ જપ્ત કર્યુ હતુ. ત્યાર બાદ ફતેગંજમાં આવેલા કૃષ્ણદીપ ટાવરમાં ત્રીજા માળે સર્ચ કરવામાં આવ્યુ હતું. છ્‌જીની ટીમે આરોપીના ઘરમાં પણ ખૂણેખૂણે તપાસ કરી હતી. તે બાદ આરોપી સલાઉદ્દીન શેખને વડોદરા શહેર ર્જીંય્ની ઓફિસ લઈ જવામા આવ્યો હતો. ધર્માંતરણ માટે ફડિંગ કરવાનો આરોપી સલાઉદ્દીન શેખની પૂછપરછમાં હજી ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ધર્માંતરણ મામલે ફડિંગ કરવામાં વડોદરાના સલાઉદ્દીનનું નામ બહાર આવતા શહેરના મુસ્લિમ વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. છ્‌જી દ્વારા સલાઉદ્દીન શેખની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. સંભવતઃ વડોદરામાંથી હજી બીજા નામો ખૂલે તો નવાઇ નહીં.

મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટના એકાઉન્ટન્ટની પણ શંકાસ્પદ ભૂમિકા

એ.ટી.એસ.ના હાથે ઝડપાયા બાદ અત્રે તપાસ માટે લવાયેલા મુસ્લીમ મેડીકલ ટ્રસ્ટનાં સલાઉદ્દીનના ઈશારે ટ્રસ્ટના ખાતામાંથી રુપિયા ઉપાડી અલકાપુરી ખાતે આવેલા પી.એમ.એન્ટપ્રાઈઝ નામના આંગડીયા દ્વારા ઉત્તરપ્રદેશમાં ધર્માન્તરણની પ્રવૃત્તિ ચલાવનાર મુફતી કાજી, ઉંમર ગૌતમને લખનઉ મોકલનાર ટ્રસ્ટનો એકાઉન્ટન્ટ ફરીદ હોવાનું બહાર આવતા એની અટકાયત કરી વડોદરા એસ.ઓ.જી. ખાતે પુછપરછ કર્યા બાદ વધુ પુછપરછ માટે અમદાવાદ એ.ટી.એસ. ખાતે લઈ જવાયો હતો.

સલાઉદ્દીને યુકેનું ફંડ ગેરકાયદેસર ડાયવર્ટ કર્યું

તપાસ દરમ્યાન બહાર આવ્યુ છે કે સલાઉદ્દીન શેખ બ્રિટન યુ.કે. સ્થિત અલ ફલાહ ટ્રસ્ટ સાથે સંકળાયેલો હતો અને એ ટ્રસ્ટ દ્વારા ફોરેન કોન્ટ્રીબ્યુએશન રેગ્યુલેશન એકટ હેઠળ વડોદરા મુસ્લિમ મેડીકલ ટ્રસ્ટના નામે મોટી નાણાંકીય મદદ મેળવતો હતો અને ગેરકાયદેસર રીતે આ નાણાં ઉમર ફારુકને ધર્માન્તરણની પ્રવૃતિ માટે મોકલતો હતો. મુસ્લિમ મેડીકલ ટ્રસ્ટના વડોદરાની બોમ્બે મર્કન્ટાઈલ બેંક અને ઈડીયન બેંકના ખાતાઓની લેવડ દેવડની વિગતો પણ એ.ટી.એસ. દ્વારા મેળવાશે એમ સુત્રોએ જણાવ્યું છે.