ઝી5ની સાઇકોલોજિકલ થ્રિલર અભય વેબ સિરીઝની બીજી સિઝન ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. વેબ સિરીઝનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. ટીવી સિરિયલના લોકપ્રિય કલાકાર રામ કપૂરે તેમાં મહત્વની ભૂમિકા અદા કરી છે. આ સિરીઝમાં તે ખુંખાર ક્રિમિનલના રોલમાં દેખાશે. રામ કપૂરનો આ અવતાર કોઈ ફેન્સે અગાઉ જોયો નહીં હોય. અભય ક્રાઇમની સત્યવાર્તા પર આધારિત સિરીઝ છે. જ્યાં ડિટેક્ટિલ અભય પ્રતાપ (કુણાલ ખેમુ) સિરિયલ કિલર અને ક્રિમિનલ માસ્ટરમાઇન્ડનો સામનો કરતો જોવા મળે છે. કુણાલ ખેમુએ જણાવ્યું હતું કે આ ચોરપોલીસની રમતમાં એક નવો શેતાન ઘૂસી જાય છે. તે અન્ય કરતાં અલગ છે એટલે જ ખતરનાક પણ છે. તેને રોકવો મારો લક્ષ્‍યાંક જ નથી પરંતુ મારી જીદ છે. પ્રોમોમાં રામ કપૂર ખુંખાર રોલમાં દેખાય છે. તે અભય પ્રતાપની પાછળ પડ્યો છે અને તેણે ઘણી હત્યાઓ કરેલી છે. કામ કપૂર અને કુણાલ ખેમુ વચ્ચેનો જંગ જોવા લાયક છે. અત્યાર સુધી રોમેન્ટીક રોલ કરનારા રામ કપૂરને આ સિરીઝમાં જોઇને ડરી જવાય તેવો છે. તે એક સીનમાં તો લોહીથી લથપથ છે અને હસતો દેખાય છે.