સુરત-

કોરોના વાયરસથી સંક્રમિત સારવાર લઇ રહેલા દર્દી માટે સૌથી વધુ જરૂર એવા ઈન્જેકશન રેમડેસિવીરને લઈને કાળા બાજારી કરવામાં આવતી હોવાને લઈને બે દિવસ પહેલા વધુ એક કૌભાંડ ઝડપાયું છે. ત્યારે આ કૌભાંડમાં સુરતથી ઝડપાયેલા યુવાને પોતે નિદોર્ષ હોવાની સાથે પોતાના પિતરાઈ ભાઈએ આ ઈન્જેકશન આપવાનું કીધું હતું. જાેકે સુરતના આ યુવાનનાં પકડાયા બાદ આ કૌભાંડનાં તાર સુરત થી અમદાવાદ અને હવે આ તાર બાંગ્લાદેશ સુધી પહોચી ગયા છે. આ ઇન્જેક્શન મામલે ઝડપાયેલા યુવકે જણાવ્યું હતું કે પોતે કાળાબઝારીમાં શામેલ નથી અને પિતરાઈએ આપેલું ઇન્જેક્શન આપવા માટે ગયો હતો.

કોરોના મહામારી વચ્ચે કોરોના સારવાર લેતા દર્દી માટે ઓક્સિજનની તકલીફ હોવાની તબીબો દ્વારા દર્દી ને ઈન્જેકશન આપવામાં આવતું હોય છે જાેકે આ ઈન્જેકશન શોર્ટેજ હોવાને લઈને તેની કાળા બજારી કરવામાં આવતી હોવાને લઈને સરકાર દ્વારા પહેલા સુરતમાંથી આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યુ હતું. જાેકે ત્યાર બાદ સુરતમાંથી નકલી ઈન્જેકશનનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યુ હતું.

અને હવે વધુ એક કૌભાંડ સુરત ખાતેથી સુરત ફૂડ અને ડ્રગ વિભાગ ઝડપી પાડી ગતરોજ સત્તાવાર જાહેરાત કરી હતી ત્યારે આ સમગ્ર કૌભાંડમાં સુરત વરાછા વિસ્તરમાં રહેતા એક યુવાન કાળા બજારી કરતા અમદાવાદના એક યુવાન દ્વારા ઈન્જેકશન આપવાની વાત કરતા આ યુવકે સુરત ફૂડ અને ડ્રગ વિભાગ સાથે રાખીને દરોડા પાડ્યા હતા. જાેકે ઈન્જેકશન આપવા આવેલા સુરતના ડભોલીના યશની અટકાયત કરી પુછપરછ કરતા આ ઈન્જેકશન તેના પિતરાય ભાઈ સંદીપ જે અમદાવાદ ખાતે રહે છે તેને આપવા માટે કહ્ય્šં હતું જાેકે ત્યારબાદ આ મામલે તપાસ અમદાવાદ અને ત્યાંથી અનેકના નામ ખુલવા સાથે બાંગ્લાદેશ સુધી તેનું નેટવર્ક પહોચી ગયું હતું.