અમદાવાદ, તારક મહેતા સિરિયલના અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે એટ્રોસિટીની ઘણી બધી અરજી થઈ હતી.દરમિયાન ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સોશિયલ મિડીયામાં મુનમુન દત્તા ઉર્ફે બબીતાએ એક વિડીયો બવાનાવ્યો હતો તેની અંદર વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેને કારણે વાલ્મિકી સમાજે વિરોધ કર્યો છે.

ખોખરા વિસ્તારના સહદેવ સોસાયટીમાં રહેતા વાલ્મિકી સમાજના મધુભાઈ પરમાર વકીલાતની પ્રેક્ટિસ કરે છે. તેમણે ખોખરા પોલીસ સ્ટેશનમાં મુનમુન દત્તા ઉર્ફે બબીતાના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, ૧૧ મે ૨૦૨૧ના રોજ મોબાઈલમાં યુ-ટ્યુબ પર એક વીડિયો જાેયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતાએ વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો ઉપયોગ કરી અને દેશ તેમજ ગુજરાતના વાલ્મિકી સમાજની લાગણી દુભાવી હતી. સરકારે પ્રતિબંધિત કરેલા શબ્દનો ઉપયોગ બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયાં જાહેર કર્યો છે. જેના કારણે વાલ્મિકી સમાજના લોકોએ આ વિડીયો અંગે વિરોધ પણ કર્યો હતો. જાે કે મધુભાઈ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ખોખરા પોલીસે હાલતો મુનમુન દત્તા ઉર્ફે બબીતાના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.