નવી દિલ્હી / પટના

એલજેપીના સાંસદ અને ચિરાગ પાસવાનના પિતરાઈ ભાઈ પ્રિંસ પાસવાનની મુશ્કેલીઓ વધી શકે છે. સમસ્તીપુરથી એલજેપીના સાંસદ પ્રિંસ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં એક ગંભીર ગુનામાં ફરિયાદ નોંધાઈ છે. પ્રિંસ પાસવાન જમુઇના સાંસદ ચિરાગ પાસવાનના પિતરાઇ ભાઇ છે. નવી દિલ્હીના કનૉટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં એક છોકરીએ પ્રિંસ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે પ્રિંસ પાસવાને પાણીમાં નશીલા પદાર્થો મેળવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીનો આરોપ છે કે તે પાણી પીતાં જ બેભાન થઈ ગઈ હતી અને બેભાન અવસ્થામાં બળાત્કાર ગુજાર્યો હતો. 15 જૂને પીડિતાએ દિલ્હી પોલીસમાં ત્રણ પાનાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેનીએ વિગતવાર આપવિતી વર્ણવી છે. દિલ્હી પોલીસના સૂત્રોનું કહેનું છે કે ફરિયાદ હજી મળી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં તે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી નથી, પરંતુ આરોપની તપાસ કર્યા બાદ પોલીસ આ મામલે કાર્યવાહી કરી શકે છે.

બળવો કરતા પહેલા તે ચિરાગ પાસવાનની ખૂબ નજીક હતા

પ્રિંસ રાજ ચિરાગ પાસવાનના કાકા સ્વ. રામચંદ્ર પાસવાનનો પુત્ર છે. રાજચંદ્ર પાસવાનના અવસાન બાદ ખાલી પડેલી સમસ્તીપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને પ્રિંસ સાંસદ બન્યા છે. હમેંશા ચિરાગ પાસવાન સાથે જોવા મળતા પ્રિંસ હાલમાં તેમના વિરોધમાં છે. જ્યારે ચિરાગ પાસવાને જ તેમને ચૂંટણી જીતાળવા માટે તેમના ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. ચૂંટણી જીત્યા પછી, પ્રિંસ પાસવાનને ચિરાગ પાસવાન દ્વારા બિહાર રાજ્ય એલજેપીના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા. અત્યારે પ્રિંસ પણ તેનો પક્ષ બદલી ચુક્યો છે. જ્યારે પશુપતિ કુમાર પારસે ચિરાગને હાંકી કાઢવાની કવાયત શરૂ કરી ત્યારે પ્રિંસ રાજ કાકા પશુપતિ સાથે જોડાઈ ગયા હતા.