ગાંધીનગર-


સિનિયર ઘારાસભ્યોને ગૃહમાં જ્યારે જુનિયર ધારાસભ્યોને વિવિધ 4 ગેલેરીમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી


સિનિયર ઘારાસભ્યોને ગૃહમાં જ્યારે જુનિયર ધારાસભ્યોને વિવિધ ૪ ગેલેરીમાં બેઠક વ્યવસ્થાકોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાત વિધાનસભાની શિક્ષણ સાથે ચોમાસું સત્રની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષના સિનિયર ધારાસભ્યો માટે વિધાનસભા ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે અન્ય જુનિયર ધારાસભ્યો માટે અલગ-અલગ ૪ ગેલેરીમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી ૨૧મી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્ય્šં છે, ત્યારે આ સત્ર દરમિયાન કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ ચુસ્ત પાલન કરાવવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદીએ ટૂંકા સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત કોવિડ-૧૯નો રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાના આદેશ કર્યા છે અને મંત્રીઓ ધારાસભ્યા માટે અલગ બેઠક વ્યવસ્થા સાથે કેટલાક કડક નિયમો પણ બનાવ્યા છે .

વિધાનસભા ગૃહમાં ચાલનારી કામગીરીમાં ભાગ લેનારા રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને અલગ અલગ રાજકીય પક્ષના ધારાસભ્યો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવી છે. ગુજરાત વિધાનસભાના સત્રની કામગીરીમાં અધ્યક્ષ સિવાયના ભાજપ કોંગ્રેસ એનસીપી અને અપક્ષના કુલ ૧૭૧ સભ્યોએ ગૃહમાં હાજરી આપશે. જે પૈકી ૯૨ જેટલા સભ્યો (મંત્રીઓ ઉપરાંત રાજકીય પાર્ટીના સિનિયર ધારાસભ્યો) વિધાનસભા ગૃહમાં બેસશે, જ્યારે ૭૯ ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા વિધાનસભા અલગ-અલગ ચાર ગેલેરીમાં ગોઠવવામાં આવી છે.

ગેલેરી ૧માં ૨૬ ધારાસભ્યો, ગેલેરી ૨માં ૨૧. ગેલેરી ૩માં ૧૩ અને ગેલેરી ૪માં ૧૯ ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ આ સત્રમાં અધ્યક્ષે એવો ર્નિણય કર્યો છે કે, વિધાનસભાની કાર્યવાહી દરમિયાન મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય પ્રધાનમંડળમાં મંત્રીઓના કોઈપણ મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે. એટલું જ નહીં, ધારાસભ્યોના અંગત મદદનીશ (પી.એ) તેમના ડ્રાઈવર કે અન્ય કોઈપણ વ્યક્તિને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે.

તમામ ધારાસભ્યોને ગૃહમાં પ્રવેશ પહેલા રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાનો ર્નિણય કરવામાં આવે છે. જેના પગલે રાજકીય પાર્ટીની બેઠક સમયે આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ટીમો બોલાવીને ધારાસભ્યોના રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. જાેકે કોઈપણ ધારાસભ્ય તેમના મતક્ષેત્રમાંથી અગાઉ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યાનું પ્રમાણપત્ર લઈને વિધાનસભામાં પ્રવેશ કરશે તો એવા ધારાસભ્યોના ટેસ્ટ નહીં કરવામાં આવે. રાજકીય પક્ષની બેઠકમાં ગેરહાજર રહ્યા હોય તેવા ધારાસભ્યએ ૨૧ સપ્ટેમ્બરે સચિવાલયમાં તહેનાત મેડિકલ ટીમ પાસે ફરજિયાત ટેસ્ટ કરાવવાનો આદેશ વિધાનસભા અધ્યક્ષે કર્યો છે.