આગામી દિવસોમાં આણંદમાં અન્ય સંસ્થાઓ અને હોસ્પિટલો સહિત જરૂરત જણાઈ એવી તમામ જગ્યાએ રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. પરિણામે કોરોના સંભવિત સંક્રમણ ધરાવતી વ્યક્તિઓને આઇડેન્ટિફાઇ કરી લેવાશે. આવી વ્યક્તિને આગોતરા સારવાર આપવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે, રેપીડ ટેસ્ટ ભવિષ્યમાં થનારા સંક્રમણને અટકાવવામાં ખુબ જ ઉપયોગી નિવડે છે. 

આણંદ-વિદ્યાનગરના મોલ્સમાં કર્મચારીઓના પોઝિટિવ ટેસ્ટથી ગ્રાહકોમાં ફફડાટ

રિલાયન્સ મોલ અને બિગ બજારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ખરીદી કરવા માટે આવેલાં ગ્રાહકોને રેપીડ ટેસ્ટમાં બંને મોલના કર્મીઓ પોઝિટિવ આવ્યાંની જાણ થતાં ફફડાટ વ્યાપી ગયો હતો. બંને મોલમાં જુદાં જુદાં વિસ્તારના યુવકો કામ કરતાં હોવાથી તેમનાં સંપર્કમાં આવેલાં પડોશી અને સંબંધીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો.