બ્રાઝિલ-

જ્યારે વિશ્વના ઘણા દેશો ભારે વરસાદ, પૂર અને ગરમી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે બ્રાઝિલમાં આ અઠવાડિયે 64 વર્ષમાં પ્રથમ વખત ઉનાળાના બરફના તોફાનનો અનુભવ થયો. તેના કારણે બ્રાઝિલના 43 થી વધુ શહેરો બરફથી ઢંકાઇ ગયા હતા. શહેરોમાં 3 ઇંચ સુધી બરફ જામી ગયો છે. તાપમાન પણ માઇનસ 8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તેના કારણે બ્રાઝિલમાં ઉનાળાની રૂતુમાં ઠંડી વધી છે.


તે જ સમયે અચાનક બરફવર્ષા બાદ લોકો તેમના ઘરની બહાર આવ્યા. બ્રાઝિલ સરકારની હવામાન સંસ્થાનું કહેવું છે કે જુલાઈમાં દેશનું સરેરાશ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહે છે. પરંતુ બરફના તોફાને 64 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

મેટો ગ્રોસો દો સુલ, સાઓ પાઉલો, મિનાસ ગેરાઈસ અને ગોઆસ જેવા રાજ્યોમાં આગામી 48 કલાકમાં ભારે બરફવર્ષા થઈ શકે છે. બ્રાઝિલના હવામાનશાસ્ત્રીઓના મતે છેલ્લું બરફનું તોફાન બ્રાઝિલમાં 1957 માં આવ્યું હતું. ત્યારબાદ દેશના કેટલાક વિસ્તારોમાં 4.3 ફૂટ બરફવર્ષા નોંધાઈ હતી.