પટણા -

બિહારમાં એક તરફ વિધાનસભા ચૂંટણીના પડધમ માંગવાનું શરૂ થયું છે અને કોરાના વચ્ચે પણ ચૂંટણી યોજવામાં આગળ વધવાના ચૂંટણી પંચના ઈરાદા સામે પ્રશ્ન છે તે સમયે આ ચૂંટણીમાં મહત્વનું ફેકટર બની શકતા રાષ્ટ્રીય જનતાદળના વડા અને યુવા નેતાની છબી બનાવી રહેલા તેજસ્વી યાદવને કોરોના સંક્રમણ લાગતા તેઓના તમામ કાર્યક્રમ રદ થયા છે .

અને તેઓ હોમ આઈસોલેટ થયા છે. તેજસ્વી યાદવ તા.21 ઓગષ્ટના રોજ સંજય યાદવ નામના વ્યક્તિ સાથે દિલ્હી ગયા હતા. જેમાં સંજય યાદવ પોઝીટીવ થયા બાદ તેજસ્વીને પણ સંક્રમણ લાગ્યુ છે. પટણામાં જ ગઈકાલે 316 નવા કોરોના પોઝીટીવ જાહેર થયા છે.