નાગપુર-

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-RSSના પહેલા સત્તાવાર પ્રવક્તા અને વિચારક માધવ ગોવિંદ વૈદ્યનું શનિવારે નિધન થયુ હતું. તેઓ 97 વર્ષના હતા. એમ.જી. વૈદ્ય લાંબા સમયથી બીમાર હતા. જેના લીધે નાગપુરના સ્પંદન હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પહેલા વિચારક એમ.જી. વૈદ્યના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. રવિવારે નાગપુરના અંબાઝરી ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

તેમના પૌત્ર વિષ્ણુ વૈદ્યએ આ અંગે જણાવ્યુ હતું કે, તેમનુ નિધન શનિવારે બપોરે 3.35 વાગ્યે એક ખાનગી હોસ્પિટલમાં થયું હતું. તેમણે જણાવ્યુ કે એમ.જી.વૈદ્ય કોરોનાથી સંક્રમિત હતા, પરંતુ સારવાર દરમિયાન તેમણે કોરોના સંક્રમણને માત આપી હતી. શુક્રવારે અચાનક તેમની તબિયત ખરાબ થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.