અમદાવાદ-

જળયાત્રા અને રથયાત્રાની મંદિરમાં તૈયારી શરૂ કરી દેવાઇ છે. જેમાં પરંપરાગત ૧૮ ગજરાજ જળયાત્રામાં હાજર રહેશે. ગજરાજને અન્ય રાજ્યોમાંથી મંદિર લાવવા માટે આમંત્રણ અપાયું છે. મંદિરના મુખ્ય ગજરાજ ભુદર નદીના આરે જળયાત્રામાં રહશે.

૧૭ ગજરાજ મંદિરના પ્રાંગણમાં રહેશે. નગરના નાથના વાઘા બનાવવા માટે મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. અને રજવાડી વેશના વાઘા બનાવવા ઓર્ડર અપાયો છે. વાઘા બનવવા માટે સ્પેશિયલ વૃંદાવન અને મથુરાથી કાપડ મંગાવ્યું છે.અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એએમસી દ્વારા રથયાત્રા રૂટ પર સમારકામ હાથ ધરાયું છે. જગન્નાથ મંદિર બહાર રોડ પર પડેલા ખાડાઓ દૂર કરવા તંત્રએ કામગીરી શરૂ કરી છે. કોર્પોરેશન દ્વારા ખાડાઓ પુરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર રસ્તાના સમારકામ અને ખાડાઓ પૂરવા સૂચના આપવામાં આવી છે. રથયાત્રાની મંજૂરી પર અસમંજસ વચ્ચે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએએ નિવેદન આપ્યું હતું કે, અમદાવાદમાં રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે કોરોનાની સ્થિતિને લઈને ર્નિણય લેવામાં આવશે.