ન્યુ દિલ્હી,તા.૧૮ 

રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે ભારતના ગ્રોથ આઉટલુકને રિવાઈઝ કરતા નેગેટિવ કરી દીધો છે. અગાઉ ફિચે ભારત માટે સ્ટેબલ ગ્રોથ આઉટલુક રહેવાની વાત કરી હતી. જાકે, રેટિંગ એજન્સીએ પહેલાની જેમ ભારત માટે ઇશ્યુ ડિફોલ્ટ રેટિંગ બીબીબી જાળવી રાખ્યા છે. અગાઉ રેટિંગ એજન્સી મૂડીઝે પણ ગ્રોથ આઉટલુક ઘટાડ્યો હતો. મૂડીઝે ભારતની સોવરેન રેટિંગને ‘બીએએ ૨’ થી ઘટાડીને ‘બીએએ ૩’ કર્યું હતું. ઉપરાંત, એજન્સીએ દેશ માટે નેગેટિવ આઉટકોલ જાળવી રાખ્યો છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોનાવાયરસ રોગચાળાને લીધે આ વર્ષે ભારતનો ગ્રોથ આઉટલુક નબળો પડ્યો છે. ભારત સમક્ષ સરકાર દેવાના પડકારો છે. નિષ્ણાતોની આગાહી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧ ના અંત સુધીમાં, ભારતની આર્થિક પ્રવૃત્તિનો વિકાસ -૫ ટકા સુધી પહોંચશે. ૨૫ માર્ચે લોકડાઉન થયા બાદ દેશમાં આર્થિક પ્રવૃત્તિ લગભગ ૬૦ દિવસ માટે બંધ થઈ ગઈ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૨ માં, દેશની આર્થિક પ્રવૃત્તિની વૃદ્ધિ ૯.૫ ટકા રહેવાની ધારણા છે.

ફિચનું કહેવું છે કે, દેશમાં જે રીતે કોવિડ ૧૯ કેસ વધી રહ્યા છે, તેનું જાખમ પણ વધી રÌšં છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને, રેટિંગમાં સુધારો કરવામાં આવ્યો છે. ફિચના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૧ માં સરકારનું દેવું જીડીપીના ૮૪.૫ ટકા હોઈ શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૦માં તે જીડીપીના ૭૧ ટકા હતું. જ્યારે ૨૦૧૯માં તેનો આંકડો જીડીપીના ૪૨.૨ ટકા હતો.

ફિચ રેટિંગ્સ મુજબ, કોરોના વાયરસ રોગચાળાએ ભારતના અર્થતંત્ર પર ઉંડી અસર કરી છે. આનાથી વર્તમાન વર્ષ માટેનો ગ્રોથ આઉટલુક નબળો પડી ગયો છે. મહામારીને કારણે અનેક પડકારો ઉભા થયા છે. દેવાનો બોજ વધી ગયો છે.