શહેરા

રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ ૧૦ લાખ કુટુબોના ૫૦ લાખ લાભાર્થીઓનો સમાવેશ નિમીતે અભિવાદન કાર્યક્રમ હેઠળ રાજ્યના ૧૦૧ તાલૂકાના સામૂહિક કાર્યક્રમ પૈકી શહેરા નગરપાલિકા હોલ ખાતે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.શહેરા નગર પાલિકા ખાતે તાલુકા કક્ષાના રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ ૧૦ લાખ કુટુબોના ૫૦ લાખ લાભાર્થીઓનો સમાવેશ નિમીતે અભિવાદન કાર્યક્રમ નગર પાલિકા હોલ ખાતે રાખવામા આવ્યો હતો.પ્રાન્ત અધિકારી જયકુમાર બારોટે યોજના અર્તગતની જાણકારી આપી હતી.મૂખ્યમંત્રીના કેશોદ ખાતેના લાઈવ કાર્યક્રમનૂ પ્રસારણ સાંભળ્યું હતું,શહેરા તાલુકામા લોકડાઉન બાદ રેશનકાર્ડની કામગીરી કરવામા આવી છે.જેમા ૫૭૭૯ રેશનકાર્ડનો દ્ગહ્લઝ્રછમાં સમાવેશ થાય છે.શહેરા તાલુકામાં કુલ ગામોની સંખ્યા ૯૨નું છે. વાજબી ભાવની દુકાનોની સંખ્યા ૯૫ છે. આ કાર્યક્રમમા પ્રાન્ત અધિકારી જયકુમાર બારોટ, મામલતદાર મેહુલકુમાર ભરવાડ, પુરવઠા મામલતદાર એસ.જી. ડામોર,ટીડીઓ અંકિતાબેન ઓઝા, ચીફ ઓફીસર એ.એસ. પટેલ સહિત લાભાર્થીઓ અને નગરજનો હાજર રહ્યા હતા.